શનિવાર, 31 જાન્યુઆરી, 2009

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ

NRI દ્વારાં ભારતમાં રહેણાંક/બીન રહેણાંક મિલ્કતોની ખરીદી તેમજ વેંચાણ
ઘણાંબધાં NRI - બીન નિવાસી ભારતીયો તેમજ PIO- ભારતીય મુળનાં વ્યક્તિઓ રોકાણનાં હેતુથી તેમજ મીલ્કત ભાડે આપી નિશ્ચિત આવક મેળવવાનાં હેતુથી ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવવા માટે રસ ધરાવે છે.આ લેખ આ પ્રકારની ખરીદી/વેચાણ માટેનાં નિયમો અને મર્યાદાઓ તેમજ ટેક્ષનાં કાયદાઓ વિશે સમજ આપવાનો નમ્ર પ્રયાસ છે.
છેલ્લાં થોડાંક વર્ષોથી NRI દ્વારાં ભારતમાં મીલ્કતની ખરીદી-વેચાણ તેમજ તેને ભાડાપટ્ટૅ આપવાનાં નિયમો માં ઘણી છુટછાટ આપવામાં આવી છે.
મીલ્કત ની ખરીદીઃ RBI - રીઝર્વ બેંક ઓફ ઈન્ડીયા ની કોઈપણ જાતની મંજુરી લીધાં વગર NRI ભારતમાં રહેણાંક તેમજ બીન રહેણાંક મીલ્કતો વસાવી શકે છે.પરંતુ NRI ભારતમાં જમીન-મકાન ક્ષેત્રમાં ધંધાકીય હેતુથી જોડાઈ શકતાં નથી.તેમજ NRI ને ભારતમાં ખેતી માટેની જમીન લેવા માટે ની મંજુરી મળી શકતી નથી.
NRI ભારતમાં ગમે તેટલી મીલ્કતો વસાવી શકે છે,તેમજ મીલ્કતોની કીંમત બાબતે પણ કોઈ મર્યાદા નક્કી થયેલ નથી.
નાણાંની ચુકવણીઃ મીલ્કતોની ખરીદીનાં નાણાંની ચુકવણી NRI તેનાં NRE/FCNR કે NRO એકાઉન્ટ દ્વારાં આસાનીથી કરી શકે છે.તેમજ તેમની મીલ્કત નાણાંકીય સંસ્થાઓ કે બેંક પાસે ગીરો મુકી તેનાં પર લોન પણ લઈ શકે છે.

સ્ટેમ્પડ્યુટી/રજીસ્ટ્રેશન ફીઃ સ્ટેમ્પડ્યુટી કે રજીસ્ટ્રેશન ફી માં NRI ને કોઈપણ પ્રકારની માફીની સવલત નથી.હાલનાં વર્તમાન દર તેણે ફી ભરવાની રહેશે.
PAN: NRI ને ભારતમાં મીલ્ક્તોની ખરીદી કરવા માટે PAN- પરમેનન્ટ એકાઉન્ટ નંબર લેવો ફરજીયાત નથી.
NRI તેની મીલ્કત વારસામાં પણ આપી શકે છે.
સોદો કેન્સલ થવોઃ કોઈપણ સંજોગોમાં મીલ્ક્તની ખરીદીનો સોદો જો કેન્સલ થાય તો તેવાં કિસ્સામાં એડવાન્સ પેટે આપેલ રકમ તેનાં NRE કે FCNR એકાઉન્ટમાં પરત લઈ શકે છે.

મીલ્કત ભાડાપટ્ટે આપવીઃ NRI તેની ભારતમાંની રહેણાંક કે બીન રહેણાંક મીલ્કતો કોઈપણ જાતની મંજુરી વગર ભાડાપટ્ટે પણ આપી શકે છે.
ઈન્કમ ટેક્ષઃ NRI દ્વારા ભારતમાં રહેલ તેમની મીલ્કતો પરની ભાડાની આવક પર ઈન્કમ ટેક્ષ લાગુ પડે છે.તેમાં કોઈ આવકવેરાની મુકતીની જોગવાઈ નથી.NRI એ ભારતમાં થી મેળવેલ તેની કુલ આવક સાથે તેને જોડી દેવામાં આવે છે અને લાગુ પડતાં આવકવેરાનાં સ્લેબ મુજબ તેણે ઈન્કમ ટેક્ષ ભરવો પડે છે.
આવક માફીઃ ભાડાપટ્ટાની આવકમાંથી નીચે મુજબની રકમ બાદ મળે છે બાકીની રકમ પર આવકવેરો ચુકવવાનો રહે છે.
,ભાડાની આવકનાં ૨૫% રકમમાંથી મ્યુનીસીપલ ટેક્ષ બાદ કરી બાકી ની રકમ નેટ એન્યુઅલ વેલ્યુ તરીકે ગણવામાં આવે છે.
,મીલ્કતની ખરીદી માટે જો કોઈ લોન લેવામાં આવી હોય તો તેનાં પર ચુકવામાં આવતુ વ્યાજ આવકવેરામાંથી બાદ મળે છે.

,જો મીલ્કતનો વિમો લીધેલ હોય તો તેનું પ્રીમીયમ આવકમાંથી બાદ મળે છે.
૪, રાજ્ય સરકારને જો કોઈ કરવેરો ભર્યો હોય તો તે પણ આવકમાંથી બાદ મળે છે.
ભાડાની આવક પરત લઈ જવીઃ NRI તેમની મીલ્કત પરનાં ભાડાંની આવક તેનાં NRO એકાઉન્ટમાં જમા લઈ શકે છે.તેમજ તે બેંક અથવાતો માન્ય ડિલરો દ્વારાં પણ તે આવક તેનાં એકાઉન્ટમાં જમા લઈ શકે છે તેનાં માટે તેણે ભારતનો ઈન્કમ ટેક્ષ પુરે પુરો ચુકવી દીધેલ છે તે પ્રકારનું CA નું સર્ટીફીકેટ રજુ કરવાનૂ રહે છે.

TDS : ભાડુઆત તેણે ચુકવેલાં ભાડાંમાંથી TDS -ટેક્ષ ડીડકટે એટ સોર્સ- કપાત કરી ભાડુ ચુકવતો હોય છે.તેવાં સંજોગોમાં NRI તેનાં ઈન્કમ ટેક્ષ રીર્ટનમાં તે TDS ની રકમ દર્શાવી તેટલી રકમ ટેક્ષની ચુકવણીમાંથી બાદ મેળવી શકે છે.
NRI દ્વારાં મીલ્કતનું વેચાણઃ પહેલાંનાં નીયમ મુજબ NRI મીલ્કતની ખરીદીનાં ૩ વર્ષ સુધી તે મીલ્કત વેંચી શકતાં નહીં.પરંતુ હવે આવી કોઈ મર્યાદા લાગુ પડતી નથી.મીલ્કતની ખરીદી પછી ગમે ત્યારે તેઓ તેમની મીલ્કત વેંચી શકે છે.
મીલ્કતનાં વેંચાણ પર આવકવેરોઃ NRI દ્વારાં મીલ્કતનાં વેચાંણ દ્વારાં મેળવેલી આવક પર કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી ૩ વર્ષ (૩૬ મહિનાં)કરતાં ઓછાં સમયમાં કરવામાં આવ્યું હોય તો તેનાં પર શોર્ટ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તે NRI ની ભારતમાંની બીજી આવક સાથે જોડી ને જે તે સ્લેબ મુજબ તેનાં પર ટેક્ષ ભરવાનૉ રહે છે.

જો મીલ્કતનું વેચાણ ખરીદી પછી નાં ૩ વર્ષ(૩૬ મહિનાં)પછી કરવામાં આવ્યું હોય તો તેનાં પર લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષ લાગુ પડે છે.તેનો દર ૨૦% છે વતા સરચાર્જ અને સેસ ઉમેરતાં તે ૨૨.૫% થાય છે.
વેચાણની આવક પરત લઈ જવા માટેઃ જો મીલ્કતની ખરીદી વખતનું પેમેન્ટ NRO એકાઉન્ટ દ્વારા કરવામાં આવ્યું હોય તો તે મીલ્કત ઓછામાં ઓછી ૧૦ વર્ષ જુની હોય તો જ તે રુપીયા તે તેનાં દેશમાં પરત લઈ જઈ શકે છે.પરંતુ ખરીદી વખતે પેમેન્ટ NRE/FCNR એકાઉન્ટ દ્વારા ચુકવેલ હોય તો આ નિયમ લાગુ પડતો નથી તે ૧૦ વર્ષ પહેલાં પણ રુપીયા પરત લઈ શકે છે.
NRI એક વર્ષની અંદર ૨ થી વધારે રહેણાંક મીલ્કતનું વેચાણ કરી તે રુપીયા પરત લઈ જઈ શકતાં નથી પરંતુ બીન રહેણાંક મીલ્કતમાં આ મર્યાદા લાગુ પડતી નથી.તેમજ ફક્ત મુળ રોકાણ એટલે કે મીલ્કતની ખરીદ કીંમત જેટલાં રુપીયાજ તે પરત લઈ જઈ શકે છે.મીલ્કત વેચાણનાં નફાની રકમ તે પરત લઈ જઈ શકતાં નથી.મીલ્ક્ત વેચાંણ દ્વારા મેળવેલ નફો તે તમામ ટેક્ષની ચુકવણી બાદ તેનાં NRO એકાઉન્ટમાં જમા મેળવી શકે છે.

રવિવાર, 18 જાન્યુઆરી, 2009

સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?


સત્યમ જેવી બીજી કેટલી કંપનીઓ લાઈન માં ઉભી છે?
કયાં ખોવાઈ ગઈ સેબી? અને કંપની બાબતોનું મંત્રાલય?
કોર્પોરેટ ગર્વનન્સ નાં બણગા ફુંકવાનું બંધ કરી હવે નક્કર પગલાં લો.
દરેક આર્થીક કૌભાંડો નાં અંતે મરે છે બીચારો નાનો રોકાણકાર.
હમણાં સુધી આપણે અમેરિકાનાં કોર્પોરેટ કૌભાંડો,એકાઉન્ટીંગ અને ઓડિટીંગ કૌભાંડો તેમજ પ્રમોટર્સ નાં કૌભાંડોની વાતો કરી ત્યાંનાં તંત્રને અને ત્યાંની એકાઉન્ટીંગ-ઓડિટીંગ પેઢીઑ તેમજ ત્યાંની રેટીંગ એજન્સીઓને ધીક્કારતા હતાં અને આપણે આપણી જ પીઠ થાબડી રહ્યાં હતાં પરંતુ આપણે તે સમયે એ ભુલી ગયાં હતાં કે આપણે પણ ઓડિટર્સ પશ્ચીમી દેશોમાંથી જ આયાત કર્યા છે અને આવા લોકો પર આંધળાની જેમ વિશ્વાસ મુકી તેઓની પધ્ધતિ ને અપનાવી લીધી.સત્યમનું કોર્પોરેટ કૌભાંડ તો હજી એક શરુઆત છે.તંત્ર દ્વારાં જો યોગ્ય તપાસ કરવામાં આવે તો હજુ ઘણીબધી કંપનીઓમાં આ પ્રકારનાં કૌભાંડો બહાર આવવાની શક્યતા છે.કંપનીનાં પ્રમોટરો યેન કેન પ્રકારે પોતાનાં હિતની જાળવણી તેમજ પોતાનું શેર હોલ્ડીંગ વધારવા નાં ચક્કરમાં લોકો પાસેથી ભેગાં કરેલાં રુપિયાનું મનફાવે તેમ સંચાલન કરે છે અને અંતે રડવાનું નાનાં રોકાણકારો નાં ભાગે જ આવે છે.
ભારત સરકારનું કંપની બાબતોનું કેન્દ્રીય મંત્રાલય તેમજ સેબી દેશમાં કોર્પોરેટ ગર્વનન્સની સફળતાનાં મોટાં મોટાં બણગાં ફુંકે છે પરંતુ ભારતમાં સમયે સમયે કોર્પોરેટ ગર્વનન્સની ધજીયા ઉડાડી દે તેવાં બનાવો પણ બનતાં જ આવ્યાં છે.વેદાંતા (સ્ટરલાઈટ ગ્રુપ) નો રીસ્ટ્ર્કચરીંગ પ્રોગ્રામ જે પાછળ થી પડતો મુકવામાં આવ્યો તે આનું જીવંત ઉદાહરણ છે.તે ઉપરાંત મેટાસ ઈન્ફ્રાસ્ટ્ર્કચર કંપનીંમાં સત્યમનાં રોકાણની પ્રપોઝલ અંતે રોકાણકારો ની સમયસરની જાગૃતતાને લીધે અટકી ગઈ.આ બનાવ પણ કોર્પોરેટ ગર્વનન્સની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્નન મુકે છે.આ ઉપરાંત કલમ ૩૯૧ હેઠળ અનલીસ્ટેડ કંપનીઓનું લીસ્ટેડ કંપની સાથે મર્જર કરી પ્રમોટરો પોતાનું શેર હોલ્ડીંગ આડકતરી રીતે વધારી દે છે કારણ કે જે અનલીસ્ટેડ કંપનીનું મર્જર કરવામાં આવે છે તે કંપનીમાં પ્રમોટરોનું શેર હોલ્ડીંગ ૧૦૦% નું હોય છે.તે ઉપરાંત આઈપીઓ લઈ આવતાં પહેલાં કંપનીનું વેલ્યુએશન ખુબજ ઉંચુ લઈ જવા માટે અનલીસ્ટેડ કંપનીનું મુખ્ય કંપની સાથે મર્જર કરી એક ખોટું આભાસી ચિત્ર ઉભું કરી કંપનીનું વેલ્યુએશન ઉંચુ લઈ જવામાં આવે છે અને લાખો નાનાં રોકાણકારો પાસેથી કરોડો રુપીયા ઉઘરાવી લેવામાં આવે છે.આ રીતનું વ્યવસ્થીત કૌભાંડ ઘણાં વર્ષોથી ચાલે છે પરંતુ તેની સામે હજુ કોઈ યોગ્ય પગલાં લેવામાં આવ્યા નથી.
સત્યમનું કૌભાંડ બધાં માટે આંખ ઉઘાડનારી ઘટનાં છે.તેમજ આ ઘટના રેટીંગ એજન્સીઓ,એકાઉન્ટીંગ ફર્મ,કંપની નાં ઓડીટર,ચાર્ટ્ડ એકાઉન્ટન્ટસ,વેલ્યુઅર્સ,મર્ચન્ટ બેંકર્સ વગેરે લોકોની વિશ્વસનીયતા પર પણ એક મોટો સવાલ ઉભો કરે છે.સત્યમની બેલેન્શીટ સાથે ઘણાં વર્ષોથી આટલાં મોટાં ચેડાં કરવામાં આવ્યાં છતાં તેની જાણ સેબી ને નહોતી અને ઉલ્ટા નું સેબી દ્વારા સત્યમને બેસ્ટ કોર્પોરેટ ગર્વનન્સ માટે નો ગોલ્ડન પીકોક એવોર્ડ આપવામાં આવે છે...અને એથી પણ વધારે જ્યારે ખુદ સત્યમનાં ચેરમેન પોતે ના છુટકે આ વસ્તુ લોકો સમક્ષ જાહેર કરે છે ત્યારે સેબીને આ ઘટનાં ની જાણ થાય,એ પણ એક ચોંકાવનારી ઘટનાં કહી શકાય.આ ઘટનાંથી સમજી શકાય કે સેબી દેશનાં નાનાં રોકાણકારોની સલામતી માટ કેટલી ચીંતિત છે??