શુક્રવાર, 28 એપ્રિલ, 2017

મોદી સરકારના નેતૃત્વમાં ભારતમાં 'પોલીટીકસ ઓફ પરફોમન્સ'ના નવા યુગની સોનેરી શરૂઆત

દેશ બદલ રહા હૈ, વિપક્ષો કંઇ ઉકાળી શકવા સક્ષમ નથી,ઓમર અબ્દુલાએ પણ ર૦ર૪ ની તૈયારી કરવા સુચવ્યુ, 
નેતાગીરીની નિષ્ક્રિયતા અને અમલદારોની જડતાને મોદીએ ગાયબ કરી કાળાનાણા-ભ્રષ્ટાચાર સામે અભિયાન છેડયું: દેશભરમાં જનસુખાકારીના પગલાને જબર સમર્થન

તાજેતરમાં જ દેશના પાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આવ્યા આ ચૂંટણીના પરિણામો બાદ કાશ્મીરના પૂર્વમુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટવીટ કરીને જણાવ્યું કે ''દેશના તમામ વિપક્ષોએ હવે ર૦ર૪ ની તૈયારી કરવી જોઇએર૦૧૯માં વિપક્ષો ખાસ કંઇ કરી શકે તેમ નથી'' ઓમર અબ્દુલ્લાએ દેશની જનતાનો  મુડ અને દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો સ્વીકાર આ ટવીટ દ્વારા કર્યો છે.
   ઓમર અબ્દુલ્લાની આ વાત દેશનો વિરોધ પક્ષ મનમાં તો સમજે જ છે પરંતુ જાહેરમાં સ્વીકારતા મુંજાય રહ્યો છે. જે બહુ સ્વાભાવિક છે. ર૦ર૪ તો હજુ દુર છે પરંતુ ર૦૧૯ માટે તો ચોકકસ કહી શકાય કે ર૦૧૪ અને ર૦૧૭ કરતા પણ વધારે ભવ્ય જીત સાથે મોદી લહેર વિપક્ષોના સુપડા સાફ કરી નાખશે. નરેન્દ્રભાઇના કે ભાજપના વિરોધીઓ-આલોચકો પણ એ વાતથી ઇન્કાર ના કરી શકે કે મોદી સરકારે અમલદારશાહિ તેમજ સમગ્ર શાસન વ્યવસ્થામાં આમુલ પરીવર્તનો કર્યા છે સત્તા સંભાળ્યા બાદ શ્રી મોદીજીએ અનુભવ્યું કે સતા પર બેઠેલા નેતાઓની નિષ્ક્રીયતા અને અમલદારશાહીની જડતા આ બંને વસ્તુ દેશના વિકાસ માટે અવરોધક છે. ત્યારબાદ વડાપ્રધાને નિશ્ચિત લક્ષ્ય સાથેની યોજનાઓનો આરંભ કર્યો તેમજ મંત્રીમંડળને પણ કામોના ટારગેટ આપ્યા અને તમામ મંત્રીઓએ નિયમિત સમયાવિધ પર તેમના કાર્યોનું રીપોર્ટકાર્ડ ફરજીયાત રજુ કરવુ તેવી પ્રથા ચાલુ કરી સરકારી અમલદારોની પણ દરેક યોજનાઓ માટે જવાબદારી સુનિશ્ચિત કરી અને તેમને સોંપેલા કાર્યોનું નિયમિત રીતે મુલ્યાંકન કરવાની વ્યવસ્થા બનાવી રાજયો સાથે પણ દર મહિને નિયમિત સમીક્ષા બેઠકો મળે અને કેન્દ્ર સરકાર અને રાજય સરકારોની યોજનાઓની વાસ્તવિક સ્થિતિ જાણવાનું શરૂ કર્યું મોદીની આ પ્રકારની કાર્યશૈલીને લીધે તેઓને દેશની વાસ્તવિક સ્થિતિનો ઝડપથી અંદાજો આવ્યો અને તેના ઉપાય રૂપે પ્રધાન મંત્રીએ ફકત અઢિ પોણાત્રણ વર્ષના ગાળામાં નવીનતમ પાયાની જરૂરીયાતોનો ઉકેલ લાવતી સંખ્યાબંધ યોજનાઓ શરૂ કરી અને તેના સુચારૂ અમલીકરણ દ્વારા દેશમાં હકારાત્મક પરિવર્તનો મળવાના ચાલુ થઇ ગયા.
   ર૦૧૪ ની સાલ સુધી કેન્દ્ર સરકારનો ભ્રષ્ટાચાર એ દેશમાં બહુ મોટો મુદ્દદો હતો ત્યારબાદ મોદી સરકારના શાસનમાં વિપક્ષોએ અનેક કુટિલ પ્રયાસો કર્યા છતા તેઓ મોદી સરકાર સામે ભ્રષ્ટાચારના કોઇ ઠોસ મુદ્દદાઓ શોધી શકયા નહિ વડાપ્રધાનશ્રીના નોટબંધીના નિર્ણય સામે પણ કોંગ્રેસમમતામાયાવતીકેજરીવાલ વગેરેએ દેશભરમાં કાગરોળ મચાવી પરંતુ તેઓ નોટબંધીના વિરોધ માટેનું કોઇ પ્રબળ કારણ શોધી શકયા નહિ કે જનતાનું સમર્થન પણ મેળવી શકયા નહિ. ઉલ્ટાનું ઉતરપ્રદેશ સહિત તમામ ચૂંટણીઓના પરિણામોએ તો નોટબંધી પર જનતાના સમર્થનની મહોર લગાવી દીધી. જનતાએ નોટબંધીને કાળાનાણા અને ભ્રષ્ટાચાર વિરૂધ્ધના મહાઅભિયાન તરીકે સ્વીકારી હતી. લોકો અસુવિધા ભોગવીને બેંકોની લાઇનમાં ઉભા રહેતા હોવા છતા આખા દેશમાં નોટબંધી વિરૂધ્ધ કોઇ મોટુ આંદોલન કે વિરોધ પ્રદર્શન થયુ નહિ તેનાથી એક વાત તો સ્પષ્ટ હતી કે જનતા કાળાનાણા અને ભ્રષ્ટાચારની વિરૂધ્ધની લડાઇમાં મોદી સરકાર સાથે છે પરંતુ વિપક્ષો આટલુ પણ સમજી શકયા નહિ. કોંગ્રેસના છેલ્લા દસ વર્ષના શાસનમાં દેશની જનતાને સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો અને આજે તે જ જનતા વડાપ્રધાનશ્રીના એકજ આહવાનથી પોતાની ગેસ સબસીડી સ્વેચ્છાએ છોડી રહી છે. પહેલા સરકાર પાસેથી વધુ લાભો મેળવવા કાગારોળ કરતી જનતા આજે દેશ માટે પોતાને મળતા લાભો પણ સ્વેચ્છાએ છોડવા તૈયાર થઇ જાય છે. ભારતીય લોકતંત્રની આ એક બહુ મહત્વની ઘટનાઓમાંની એક ઘટના કહી શકાય. દેશની જનતાના સરકાર પ્રત્યેના વિશ્વાસને પુનઃ સ્થાપિત કરવાનુ ભગીરથ કાર્ય મોદી સરકારે બહુજ ટુંકા ગાળામાં કર્યુ જે કોઇપણ લોકતંત્રની સમૃધ્ધિ અને વિકાસ માટે બહુ આવશ્યક છે.
   પ્રધાનમંત્રીએ દેશના ગરીબ અને નીમ્ન મધ્યમવર્ગનો દેશના આર્થિક માળખામાં સમાવેશ થાય તેવા શુભહેતુથી જનધન યોજના દ્વારા તેઓના બેંક ખાતા ઝીરો બેલેન્સથી ખોલવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું અને જોતજોતામાં જનધન યોજના હેઠળ અંદાજે રપ કરોડ જેટલા બેંક એકાઉન્ટ ખુલ્યા અને તેમાં હજારો કરોડ રૂપિયા બચત રૂપે જમા પણ થયા હવેગરીબોના આ તમામ બેંક ખાતાઓને આધારકાર્ડ સાથે જોડી સરકાર દ્વારા ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર (ડીબીટ) યોજના શરૂ કરવામાં આવી જે અંતર્ગત સરકાર તરફથી વિવિધ યોજનાઓમાં મળતી સહાયની રકમ સીધી જ લાભાર્થીના બેંક એકાઉન્ટમાં જ જમા થશે.જેથી 'વચેટીયા વેરોએક જ ઝાટકે સંપૂર્ણ નાબુદ થઇ ગયો. આજે મનરેગા જેવી લગભગ ૭૪ યોજનાઓમાં હજારો કરોડની રકમ ગરબીના બેંક એકાઉન્ટમાં સીધીજ જમા થઇ રહી છે આ ડાયરેકટ બેનીફીટ ટ્રાન્સફર યોજનાને ર૦૧૭ ના અંત સુધીમાં બીજી ૧૪૪ જેટલી યોજનાઓમાં લાગુ કરવાનું  લક્ષ્ય છે. સરકાર માટે ગાંવગરીબકીસાનમજુરયુવા તેમજ મહિલા એ પ્રાથમિકતા છે જે મોદી સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ વિષયક બાબતોમાં ઝડપી પરીવર્તન તેમજ ત્વરિત નિર્ણયો પરથી સ્પષ્ટ જણાય આવે છે.
    પ્રધાન મંત્રી ફસલ વીમા યોજના કુદરતી આપતીઓ સામે ખેડૂતોને ખાતરી પૂર્વકનું સંરક્ષણ આપે છે. આઝાદી પછીનાં આટલા  વર્ષોમાં ખુબ જ ઓછાં પ્રીમીયમમાં સૌથી વધુ વળતર આપતી ખેડૂતો માટેની આ પ્રથમ સરાહનીય યોજના છે. દેશનાં ઓછામાં ઓછા પ૦ ટકા ખેડૂતો સુધી આ યોજનાનો લાભ આવતા બે વર્ષમાં પહોંચે તેવું સરકારનું લક્ષ્ય છે. આઝાદી પછીનાં આટલાં વર્ષેા બાદ પણ દેશનાં ૧૮૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચી નહોતી. આજે મોદી સરકારનાં  ફકત પોણા ત્રણ વર્ષનાં શાસનમાં ૧૮૦૦૦ માંથી ૧૩૦૦૦ ગામડાઓમાં વિજળી પહોંચાડી દેવામાં આવી છે અને આવતાં એક વર્ષમાં બાકીનાં બધા ગામડાઓમાં વિજળી પહોંચાડવાનું લક્ષ્ય છે. ઉદય યોજનાને પણ દેશનાં મોટાભાગનાં રાજયોએ સ્વીકારી છે જેનાથી આગામી દિવસોમાં સસ્તી વિજળીનો લાભ મળશે. તેવી જ રીતેઉજાલા યોજના દ્વારા મોદી સરકારે દેશભરમાં રર કરોડ જેટલાં સસ્તા એલઇડી બલ્બનું વિતરણ કર્યુ જેનાથી દર વર્ષે લગભગ ૧૧પ૩ર કરોડ રૂપિયાની બચત વિજળી ખર્ચમાં થશે. નીમ કોટેડ યુરિયા નીતિનો લાભ પણ દેશભરનાં ખેડૂતોને મળ્યો છે. યુવાનોને સ્વરોજગાર માટે સરકાર દ્વારા મુદ્રા યોજના જાહેર કરવામાં આવી જેના દ્વારા અંદાજે એક કરોડથી વધુ યુવાનોને રોજગારી ઉપલબ્ધ થઇ. દેશનાં ગરીબોને સસ્તા ભાવે દવા મળી રહે તે માટે દેશભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. તાજેતરમાં સરકારે 'સ્વાસ્થ્ય નીતિજાહેર કરી જેનાં અંતર્ગત લોકોને નિઃશુલ્ક અથવા સસ્તા દરે ચીકિત્સા તથા સારવાર ઉપલબ્ધ થશે.
   આમમોદી સરકાર દ્વારા એક પછી એક યોજનાઓ સફળતા પૂર્વક  તેનાં લક્ષ્ય તરફ આગળ વધી રહી છે જેનાં લીધે લોકોને મોદી સરકારની લોક કલ્યાણજન સુખાકારી અને સુસાશન આપવા માટેની કટીબધ્ધતાનાં દર્શન થાય છે અને જનતાનો વિશ્વાસ મોદી સરકાર પ્રત્યે વધુને વધુ પ્રબળ બનતો જાય છે. બીજી બાજૂ કમજોર અને મુદદાહિન વિપક્ષો પાસે મોદીનાં વિજય રથને રોકવા માટેનો કોઇ ઉપાય નથી. રાજનૈતિક પંડીતો તથા વિશ્લેષકો ભલે આ વાતનો સ્વીકાર નાં કરે પરંતુ જમીની હકિકત એ છે કે સરકાર તેનાં પરફોરમન્સનાં આધારે ર૦૧૯ માં ર૦૧૪ કરતાં પણ મોટો જનાધાર મેળવશે.

સોમવાર, 20 ફેબ્રુઆરી, 2017

કેન્દ્રીય બજેટ ૨૦૧૭-૧૮ : સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ

કેન્દ્રીય બજેટ ૨૦૧૭-૧૮ : સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ

ભારતના નાંણાપ્રધાન શ્રી અરુણ જેટલી દ્વારા ગત ૧લી ફેબ્રુઆરીના રજુ કરવામાં આવેલ દેશનું ૨૦૧૭-૧૮ નાં વર્ષ માટેનું સામાન્ય બજેટ વાસ્તવમાં અસામાન્ય બજેટ સાબિત થયું એમ કહીએ તો ખોટું નહી.કારણકે નાણામંત્રી સામે આ વખતે અસંખ્ય ઘરેલું અને વૈશ્વિક પડકારો હતા જેમકે ડીમોનીટાઈઝેશન પછીનું પ્રથમ બજેટ,બ્રીટનનું યુરોપિયન યુનિયનમાંથી છુટા પડવાની ઘટના – બ્રેક્ઝીટ,ક્રુડ ઓઈલનાં વધતા ભાવ,અમેરિકામાં નવી સરકાર,વૈશ્વિક માંગમાં ઘટાડો વગેરે જેવા પડકારો વચ્ચે નાણાંપ્રધાન દેશનાં અર્થતંત્રને ઉની આંચ પણ નાં આવે અને ભારતનો આર્થીક વિકાસ તેજ ગતિએ આગળ વધે તે પ્રકારનું સર્વ સમાવેશક,સંતુલિત વિકાસલક્ષી,લક્ષ્યવેધી બજેટ આપવામાં સફળ રહ્યાં છે.આમપણ, આ વખતનું બજેટ ઐતિહાસિક બજેટ કહેવાશે કારણકે દર વર્ષે ફેબ્રુઆરીના છેલ્લાં દિવસે રજુ થતું બજેટ આ વખતે સૌ પ્રથમ વખત પહેલી ફેબ્રુઆરીએ રજુ થયું છે.જેથી માર્ચની આખર સુધીમાં નાણા ખરડાને મંજુરી મળી જાય અને નવાં નાણાંકીય વર્ષથી તમામ વિકાસ યોજનાઓનો સુપેરે અમલ શરુ થઇ શકે તેમજ ફાળવાયેલી રકમ પણ પુરા એક વર્ષ વાપરી શકાય.સાથે સાથે અલગ રેલ્વે બજેટનો પણ આ વખતથી અંત આવ્યો છે.સામાન્ય બજેટની સાથેજ રેલ્વે બજેટ રજુ થતાં ભાડાં વધારો અને ફક્ત રાજકીય લાભ ખાતર થતી નવી ટ્રેનોની લોભામણી જાહેરાતોનો પણ અંત આવ્યો છે.બજેટમાં મધ્યમ વર્ગને આવકવેરામાં રાહત,રીયલ એસ્ટેટ અને એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્ર માટે રાહતો,ગ્રામ્ય વિસ્તારોમાં વધુ ખર્ચ,માર્ગ અને સસ્તાં મકાનોના નિર્માણ,લઘુ અને મધ્યમ કદનાં ઉદ્યોગોને ઇન્કમટેક્ષ માં રાહત તેમજ ખેતીક્ષેત્ર,ગ્રામ્ય યોજનાઓ અને સામાજીક ક્ષેત્રો ને વધુ ફાળવણી જેવા પગલાઓને લીધે લોકોની ખરીદશક્તિ વધશે અને અર્થતંત્રમાં નવાં પ્રાણ ફૂંકાશે.સરકાર વહીવટી ખર્ચાઓમાં કાપ મૂકી રાજકોષીય ખાધના ૩ ટકાના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે કટિબદ્ધ છે જેની બોન્ડ માર્કેટ પર સારી અસર થશે તેમજ વૈશ્વિક મૂડી રોકાણો વધુ આકર્ષી શકાશે.

બજેટ ઉડતી નજરે
 • ·         ૨.૫ લાખથી ૫ લાખ સુધીની આવક પર ૧૦ ટકાને બદલે ૫ ટકા ઇન્કમટેક્ષ લાગશે.
 • ·         ૫૦ લાખથી એક કરોડ રૂપિયાની વાર્ષિક આવક પર ૧૦ ટકા સરચાર્જ.
 • ·         એક સાથે રૂપિયા ત્રણ લાખથી વધુના ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ.
 • ·         ૫૦ કરોડ સુધીનું વાર્ષિક ટનઓવર ધરાવતી કંપનીઓએ ૩૦ ટકાને બદલે હવે ૨૫ ટકા જ કોર્પોરેટ ટેક્ષ ચૂકવવો પડશે.દેશની ૯૦ ટકા કંપનીઓને સીધો ફાયદો.
 • ·         એલ.એન.જી. પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને ૨.૫ ટકા કરાઈ.
 • ·         રાજકીય પક્ષો રોકડેથી ૨૦૦૦ રૂપિયાથી વધુનું ફંડ નહી લઇ શકે.
 • ·         એફ.આઈ.પી.બી. ને રદ કરવામાં આવશે અને એફ.ડી.આઈ. પોલિસી વધુ અનુકુળ બનાવવામાં આવશે.
 • ·         વેપારીઓને કેશલેસ ટ્રાન્ઝેક્શન તરફ વાળવા માટે પ્રોત્સાહક યોજનાઓ.
 • ·         આધાર કાર્ડથી પેમેન્ટ કરવા માટે નવાં ૨૦ લાખ મશીનો મુકાશે.
 • ·         ધાર્મિક યાત્રાઓ માટે નવી ટ્રેનો.
 • ·         વરિષ્ઠ નાગરિકો માટે ૮ ટકાનાં ગેરેન્ટેડ વ્યાજ સાથે એલ.આઈ.સી. દ્વ્રારા નવી યોજના.
 • ·         રેલ્વેનાં વિકાસ માટે ૧.૩૨ લાખ કરોડની ફાળવણી.
 • ·         ૩૫૦૦ કી.મી. ની નવી રેલ્વે લાઈનો નાંખવામાં આવશે.
 • ·         રેલ્વેની ઈ ટીકીટ પર સર્વીસ ચાર્જ નહી.
 • ·         મેડીકલ પીજી નાં કોર્સમાં ૫૦૦૦ બેઠકોનો વધારો.
 • ·         સ્કીલ ઇન્ડિયા માટે ૧૦૦૦ કૌશલ્ય વર્ધન કેન્દ્રો.
 • ·         પાકવીમા માટે ૯ હજાર કરોડની ફાળવણી.
 • ·         પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૨૦૧૯ સુધીમાં એક કરોડ નવાં મકાનોનું નિર્માણ.
 • ·         દેશનાં દરેક ગામડાનું ૧ લી મે ૨૦૧૯ સુધીમાં ૧૦૦ ટકા વીજળીકરણ.
 • ·         ૨૦૧૭-૧૮ માં ૪.૧ ટકાનો કૃષિ વિકાસદર હાંસલ કરવાનું લક્ષ્ય.
 • ·         ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્ય.

ગુરુવાર, 4 ઑગસ્ટ, 2016

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

જીએસટી બીલ પાસ : કરમાળખામાં આઝાદી પછીનો સૌથી મોટો સુધારો

મોદી સરકારનું કુશળ ફ્લોર મેનેજમેન્ટ

આર્થિક વિકાસની તેજ રફતાર,અભિનંદન મોદી સરકાર

છેલ્લાં દસ વર્ષથી જેની આપણે સૌ કાગડોળે રાહ જોઈ રહ્યાં હતા તે જીએસટી બંધારણીય સુધારણા ખરડાને ગઈકાલે રાજ્યસભામાં સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.રાજ્યસભામાં ૨૦૫ વિરુદ્ધ શૂન્ય મતથી ખરડો પસાર થયો હતો.જે ભારતીય કરમાળખાનો આઝાદી પછીનો સૌથી મોટો સુધારો છે.જીએસટી નો વિચાર સૌથી પહેલા એનડીએ સરકારનાં વડપ્રધાન શ્રી અટલબિહારી વાજપેયીજીએ મુક્યો હતો.જેનો ઔપચારિક પ્રસ્તાવ તત્કાલીન નાણાંપ્રધાન ચિદમ્બરમે ૨૦૦૬ની બજેટ સ્પીચમાં રજુ કર્યો હતો.જીએસટી બંધારણીય સુધારા ખરડો પહેલી વખત ૨૦૧૧માં તત્કાલીન નાણાંપ્રધાન પ્રણવ મુખરજીએ દાખલ કર્યો હતો ત્યારબાદ મોદી સરકારે ૨૦૧૪માં ખરડાને ફરી સંસદમાં રજુ કર્યો હતો.પરંતુ આપણી કમનસીબીએ ભૂતકાળમાં કોંગ્રેસ દ્વારા જ રજુ કરાયેલા ખરડાને ભાજપ સરકારે સુધારા સાથે ૨૦૧૪માં રજુ કર્યો પણ મોદી સરકાર જશ ખાટી નાં જાય તેવી મેલી મુરાદે દેશહિતને બાજુએ રાખીને કોંગ્રેસે રાજ્યસભામાં સતત જીએસટી ખરડાનો વિરોધ કર્યો પરિણામે  બે વર્ષ જેટલો સમય બરબાદ થયો અને હવે હજુ તેની અમલવારીમાં પણ એક વર્ષ જેટલો સમય લાગશે આમ,કોંગ્રેસે પરોક્ષરીતે ભારતીય અર્થતંત્રની વૃદ્ધીને રોકવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.જીએસટીનાં અમલ માટે હજુ ત્રણ ખરડા મંજુર કરવાનાં થશે જેમાં કેન્દ્રીય જીએસટી બીલ,રાજ્યોનું જીએસટી બીલ અને આંતરરાજ્ય જીએસટી ખરડો પસાર કરવાનો થશે તેમજ રાજ્યસભામાં કરાયેલા ફેરફારને ફરી લોકસભામાં પણ પસાર કરાવવાનો થશે.ખરડાને રાષ્ટ્રપતિની મંજુરી મળ્યા પછી ૫૦ ટકા રાજ્યોની વિધાનસભામાં બે તૃતિયાંશ બહુમતીથી જીએસટી ખરડો પસાર કરવાનો રહેશે.આમ,જીએસટી અમલમાં આવતા આવતા હજુ એકાદ વર્ષ જેટલો સમય લાગશે.

જીએસટીનાં લાગુ થવાથી ભારતનાં બિઝનેશ માળખામાં આમૂલ પરિવર્તન આવશે,અર્થતંત્રમાં તેજીનો સંચાર થશે જેનાથી ભારતનાં જીડીપીમાં ૧.૫ થી ૨ ટકાનો વધારો તાત્કાલિક જોવા મળશે તેમજ ભારતનું બે ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર ‘એક કોમન બજાર’ માં ફેરવાશે.ભારતમાં બિઝનેશ કરવો વધુ સરળ બનશે.જીએસટી ખરડાને મંજુરી એ મોદી સરકાર માટે ફક્ત આર્થિક નીતિના સંદર્ભમાં જ નહીં પણ રાજકીય રીતે પણ ઘણી મોટી સફળતા કહી શકાય.મોદી સરકારે પુરવાર કરી બતાવ્યું છે કે દેશનાં હિત માટે તે નાનાં-મોટાં તમામ વિપક્ષો સાથે વાટાઘાટો દ્વારા જોડાઈ ને દેશહિતમાં ઉકેલ લાવવા હકારાત્મક અભિગમ ધરાવે છે.જીએસટી બીલ રાજ્યસભામાં સફળતાપૂર્વક પસાર કરાવવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી,નાણામંત્રી શ્રી અરુણ જેટલી તેમજ ટીમ બીજેપી ને લાખ લાખ અભિનંદન.

શનિવાર, 4 જૂન, 2016

‘પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.

પોલિસી પેરાલિસીસ’ના યુગનો અંત,ભારતીય અર્થતંત્ર ફરીથી ધમધમતું થયું.


આર્થીક વિકાસની તેજ રફતાર : દો સાલ મોદી સરકાર :

વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૪નો સમયગાળો ભારતીય અર્થતંત્ર માટે ‘ પોલિસી પેરાલિસીસ’ નો રહ્યો.૨૦૦૪માં વાજપેયી સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર વધીને ૮ ટકા સુધી પહોંચી ગયો હતો.ત્યારબાદ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બની.દેશનાં લોકોને એવી આશા બંધાઈ હતી કે નિષ્ણાંત અર્થશાસ્ત્રી મનમોહનસિંહના વડપણ હેઠળ ભારતીય અર્થતંત્ર હવે ૮ ટકાના વિકાસદરથી આગળ વધીને બે આંકડાનો વિકાસદર ચોક્કસ હાંસલ કરશે.વૈશ્વિક રોકાણકારો અને એનાલીસ્ટોનું પણ આવુંજ માનવુ હતું.પરંતુ કમનસીબે બધાંની આશા,નિરાશામાં ફેરવાઈ અને ૨૦૦૪ થી ૨૦૧૪ના સમયગાળા દરમીયાન કોંગ્રેસના શાસનમાં ભારતીય અર્થતંત્ર મંદીની ગર્તામાં ધકેલાય ગયું.તત્કાલીન કોંગ્રેસ સરકાર નીતિ વિષયક નિર્ણયો અને આર્થીક સુધારાઓની બાબતમાં સંપૂર્ણ નિષ્ફળ રહી.મનમોહન સરકારનાં જુદાજુદા ખાતાઓ વચ્ચેનો વિવાદ,વિસંગતતા અને સંકલનનો સંપૂર્ણ અભાવ,પ્રધાનમંત્રીની અનિર્ણાયકતા – નિષ્ક્રિયતા,સરકારની દિશાહીનતા, અબજોનાં ભ્રષ્ટાચાર વગેરે જેવી બાબતોની સૌથી વધુ ખરાબ અસર ભારતના અર્થતંત્ર પર થઇ.પરિણામે ૨૦૧૪માં જયારે આ કોંગ્રેસ સરકારનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ભારતનો આર્થીક વિકાસ દર બે આંકડાઓમાં પહોચવાને બદલે ૮ ટકાથી પણ ઘટીને ફરીથી ૪ ટકા સુધી પહોંચી ગયો.શેરબજારમાં પણ સતત મંદીનો માહોલ રહ્યો.અર્થતંત્ર માંદુ થયું.વિશ્વની તમામ અગ્રણી નાણાંકીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓએ પણ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ કર્યું.વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેનું મોં ફેરવી લીધું હતું.દેશની જનતાનો પણ સરકાર પરથી ભરોસો ઉઠી ગયો હતો.આવાં વાતાવરણમાં જયારે ૨૦૧૪માં નરેન્દ્રભાઈ ભારતનાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે દેશની તિજોરી સાવ ખાલીખમ હતી.ત્યારે અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા પર ચડાવવાનો બહુ મોટો પડકાર મોદીસરકાર સામે હતો.

આજે,જયારે કેન્દ્રમાં મોદી સરકારે બે વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે ત્યારે અર્થતંત્રની આજની સ્થિતિનાં અભ્યાસ દ્વારા આપણે ની:સંકોચ કહી શકીએ કે મોદીસરકારે અર્થતંત્રને ગતિમાં લાવવાનો પડકાર સુપેરે પાર પડ્યો છે.ભારતીય અર્થતંત્રનું મૂલ્યાંકન કરતા ખ્યાલ આવે કે બે વર્ષનાં ખુબ જ ટૂંકા સમયગાળામાં ભારતીય અર્થતંત્રની ગાડી ફરીથી પાટા પર ચડી ગઈ છે.ભારતનું અર્થતંત્ર આજે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી દરે વિકસતું અર્થતંત્ર બન્યું છે.વિકાસદર બાબતે ભારતે ચીનને પણ પાછળ રાખી દીધું છે.૨૦૧૪-૧૫નાં વર્ષમાં ભારતનો વિકાસદર ૭.૨ ટકાએ પહોચ્યો હતો.ત્યાર બાદ ૨૦૧૫-૧૬નાં ત્રીજા ક્વાર્ટરમાં વિકાસદર ૭.૬ ટકા રહ્યો અને ૨૦૧૫-૧૬નાં ચોથા ક્વાર્ટરનાં આંકડાઓ હમણાંજ પ્રસિદ્ધ થયા તે મુજબ ભારતીય અર્થતંત્રએ ૭.૯ ટકાનો વિકાસદર હાંસલ કર્યો છે.જે સૂચવે છે કે આર્થિક અનિશ્ચિતતાનાં વૈશ્વિક માહોલમાં પણ ભારતે ખુબ સારી વૃદ્ધી નોંધાવી છે.ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન ઉત્પાદન ક્ષેત્રે ૯.૩ ટકાની અને કૃષિ ક્ષેત્રે ૨.૩ ટકાની વૃદ્ધી થઇ છે.દેશનું ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્ર પણ ધીમે ધીમે વેગ પકડી રહ્યું છે.રીફાઇનરી પ્રોડક્ટ્સ અને ઇલેકટ્રીસીટી ઉત્પાદનમાં પણ ૧૦ ટકાથી વધુ વૃદ્ધિને પગલે એપ્રિલમાં કોર સેકટર્સની વૃદ્ધી ૮.૫ ટકાની ચાર વર્ષની સૌથી ઉંચી સપાટી પર પહોંચી છે.કોર સેક્ટર ઇન્ડેક્ષમાં કોલસો,ક્રુડતેલ,નેચરલ ગેસ,રીફાઇનરી પ્રોડક્ટ્સ,ખાતર,સ્ટીલ,સિમેન્ટ અને ઇલેકટ્રીસીટી એમ કુલ આઠ સેકટર્સનો સમાવેશ થાય છે.જે દેશનાં કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ૩૮ ટકાનો હિસ્સો ધરાવે છે.કોર સેકટર્સની વૃદ્ધીમાં સતત પાંચમાં મહીને વધારો થયો છે.ભારતની માથાદીઠ આવક પણ ૭.૪ ટકા વધીને ૨૦૧૫-૧૬માં રૂ.૯૩,૨૯૩ થઇ છે જે આગલાં નાણાંકીય વર્ષમાં રૂ.૮૬,૮૭૯ ની હતી.માથાદીઠ આવક એ દેશની સમૃદ્ધીનાં ઈન્ડીકેટર તરીકે ઓળખાય છે.રાજકોષીય ખાધ પણ ૨૦૧૪ સુધીમાં વધીને જીડીપીનાં ૫ ટકા ઉપર પહોંચી ગઈ હતી તેની સામે મોદીસરકારે ૨૦૧૫-૧૬માં જીડીપીનાં ૩.૯ ટકાનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક પણ હાંસલ કરી લીધો છે.જે અર્થતંત્ર માટે ફાયદાકારક છે.

વિશ્વની તમામ અગ્રણી નાણાં સંસ્થાઓ તેમજ ક્રેડીટ રેટિંગ એજન્સીઓએ પણ ભારતનાં રેટિંગમાં હકારાત્મક સુધારો કર્યો છે.વૈશ્વિક રોકાણકારો પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા છે.તાજેતરનાં જ આંકડાઓ પ્રમાણે છેલ્લાં બે વર્ષમાં ભારતમાં વિદેશી રોકાણકારોએ પ્રાઇવેટ ઇક્વિટીમાં રેકોર્ડબ્રેક એવાં ૪૦ બિલિયન ડોલરનાં રોકાણો કર્યા છે.જે દર્શાવે છે કે વિશ્વ સ્તરે ભારતની શાખમાં વધારો થયો છે અને વિશ્વનાં આર્થિક નિષ્ણાંતોને મોદીસરકારની વિકાસનીતિ અને કાર્યશૈલી પર ભરોસો બેઠો છે.તેવી જ રીતે સ્થાનિક ઉત્પાદન પ્રવૃત્તિમાં પણ વેગ આવ્યો છે.તાજેતરનાં આંકડાઓ મુજબ ગયા મહીનાનો મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ પણ વધીને ૫૦.૭નાં સ્તર પર પહોંચ્યો છે. પીએમઆઈમાં ૫૦થી ઉપરનો આંક વૃદ્ધી દર્શાવે છે અને ૫૦થી નીચેનો આંક ઘટાડો સૂચવે છે.

દેશનાં શેરબજારો પણ ફરીથી ધમધમતાં થયા છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનો ઉમેરો થયો છે.છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલફંડમાં થયું છે.૨૦૧૫-૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ પણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોંચ્યું છે.મોદીસરકારની નીતિવિષયક બાબતોમાં નિર્ણાયકતા,ઝડપી અને પારદર્શી વહીવટ,ભ્રષ્ટાચારમુક્ત શાસન,આર્થિક પોલિસીઓમાં ધરખમ ફેરફારો વગેરે જેવી બાબતોને લીધે દેશનાં અર્થતંત્રમાં તેજીનો સંચાર થયો છે તેમજ આવતાં વર્ષોમાં ભારતનો વિકાસદર બે આંકડાઓ પર પહોંચે તેના માટેનો મજબુત પાયો નંખાયો છે.આપણો દેશ આગામી દિવસોમાં વિશ્વની આર્થિક મહાસતા બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે, આવો, આપણે સૌ પણ પ્રગતિની આ દૌડમાં સામેલ થઈએ અને સમૃદ્ધીનાં નવાં શિખરો સર કરીએ.ભારત માતા કી જય

શુક્રવાર, 27 મે, 2016

મેરા દેશ બદલ રહા હે : દો સાલ બેમિસાલ : અભિનંદન મોદી સરકાર

મેરા દેશ બદલ રહા હે : દો સાલ બેમિસાલ : અભિનંદન મોદી સરકાર

દેશમાં કોંગ્રેસનાં છેલ્લાં દસ વર્ષનાં શાસનમાં અબજોનાં કૌભાંડો, ભ્રષ્ટાચાર, અનિર્ણાયકતા ,દિશાહીનતા, મોંઘવારી, આર્થીક ગુનાખોરી, વંશવાદ, વોટબેન્કની રાજનીતિ વગેરે જેવી બાબતોને લીધે દેશની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.દેશમાં ચારેબાજુ ઘોર નિરાશાનું વાતાવરણ હતું,દેશનું અર્થતંત્ર માંદુ પડી ગયું હતું, વિશ્વમાં ભારતની શાખ નબળી થઇ ગઈ હતી, દેશનાં કિશાનો આત્મહત્યા કરવા લાગ્યા હતા. તેમજ વૈશ્વિક રોકાણકારોએ પણ ભારત તરફથી તેમની નજર હટાવી લીધી હતી.આવાં માહોલમાં ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં દેશની જનતાએ વિકાસની રાજનીતિથી પ્રભાવિત થઇ, ગુજરાતનાં વિકાસ મોડેલને અપનાવી શ્રી નરેન્દ્રભાઈ મોદી ને ખોબલે – ખોબલે મતો આપ્યા અને દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટી ની સંપૂર્ણ બહુમત ધરાવતી સરકાર બની. આજથી બે વર્ષ પહેલા દેશનાં વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે શ્રી નરેન્દ્રભાઈ એ કહ્યું હતું “ હું દેશનો પ્રધાનમંત્રી નહી પરંતુ દેશનો પ્રધાનસેવક છું. અમારી સરકાર દેશની જનતાનાં સપના સાકાર કરવા માટે તેમજ દેશની ઉન્નતી માટે રાત અને દિવસ મહેનત કરશે. અમે દર વર્ષે પ્રજાને અમારાં કામનો હિસાબ આપીશું.”

આજે જયારે મોદી સરકારને બે વર્ષ પુરા થયા છે ત્યારે સરકાર સામે ચાલીને પ્રજાની વચ્ચે જઈને પોતાનાં કાર્યોનો હિસાબ આપે છે. દેશનાં ઇતિહાસમાં આ પણ એક અભૂતપૂર્વ ઘટના છે. અત્યાર સુધીની સરકારો દર પાંચ વર્ષે પ્રજા વચ્ચે જતી અને તે પણ ફક્ત મતો માંગવા જ જતી હતી પોતાનાં કામનો હિસાબ આપવા નહી. બે વર્ષ એ આમ જોઈએ તો બહુ મોટો સમયગાળો ના કહેવાય. જેમ ક્રિકેટની રમતમાં નવો બેટ્સમેન બેટિંગ કરવા આવે તો શરૂઆતની બે – ચાર ઓવર તો તેને સેટ થતાં થાય ત્યાર પછી તે ધીમે ધીમે રન બનાવવાનું ચાલુ કરે. તેવી જ રીતે નવી સરકારને પણ સેટ થતાં સામાન્ય રીતે એકાદ વર્ષનો સમય લાગે પરંતુ, આ તો નરેન્દ્રભાઈની સરકાર, બેટિંગમાં આવતાંની સાથે જ પહેલા બોલથી જ ચોગ્ગા – છગ્ગા લગાવવાની એવી શરૂઆત કરી કે સામેની ટીમને હવે કયો બોલ ફેંકવો તેની કોઈ સમજણ જ નાં પડી પરંતુ પ્રજાને મજા પડી. મોદી સરકારે બે વર્ષનાં ટૂંકાગાળામાં દેશનાં તમામ ક્ષેત્રો અને તમામ વર્ગો માટે અનેકવિધ નવી યોજનાઓ શરૂ કરી અને તેની સફળ અમલવારી દ્વારા દેશનાં લોકોને ઘોર નિરાશાની ગર્તામાંથી બહાર કાઢી, તેઓમાં નવી આશા – ઉત્સાહ અને ઉમંગનો સંચાર કરવાનું સરાહનીય કાર્ય કર્યું છે. 

મોદી સરકારની દીર્ઘ દ્રષ્ટિ, નીતિ વિષયક બાબતોમાં ત્વરિત નિર્ણય, પારદર્શક વહીવટ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન વગેરે જેવી બાબતોને લીધે દેશનું અર્થતંત્ર ઘણાં વર્ષો પછી ફરીથી ધમધમતું થયું છે. ચીનને પણ પાછળ રાખી ભારત વિશ્વનું સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થતંત્ર બન્યું છે. ચીનના ૬ ટકાના વિકાસદર સામે ભારતે ૭.૬ ટકાનો વિકાસદર હાંસલ કર્યો અને અર્થતંત્રમાં નવી તેજીનાં મંડાણ થયા. વૈશ્વિક રોકાણકારો પણ ફરીથી ભારત તરફ આકર્ષાયા અને વિદેશી રોકાણોના મામલે પણ ચીનને પાછળ રાખી છેલ્લાં ૧૮ મહિનામાં ભારતમાં વિદેશી રોકાણોમાં ૪૦ ટકાનો માતબર વધારો થયો. દેશનાં શેરબજારોમાં પણ તેજીનો સંચાર થયો. જે રોકાણકારોએ શેરબજારથી મોં ફેરવી લીધું હતું તેવા રોકાણકારોએ પણ ભારતની વિકાસનીતિ પર વિશ્વાસ વ્યક્ત કર્યો અને ફરીથી શેરબજારમાં પોતાનાં કામકાજો ચાલુ કર્યા. દેશનાં લાખો નાના રોકાણકારોને પણ સ્થિર અને નિર્ણાયક સરકાર પર ભરોસો બેઠો અને તેઓએ પણ પોતાની બચતોનું ફરીથી શેરબજારોમાં રોકાણ કર્યું. ૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ઇક્વિટી મ્યુચલ ફંડમાં ૩૯ લાખ નવાં રોકાણકારોનાં ખાતા ખુલ્યા અને છેલ્લાં એક જ વર્ષમાં કુલ ૭૦,૦૦૦ કરોડનું જંગી મૂડી રોકાણ મ્યુચલ ફંડમાં પણ થયું.અર્થતંત્રની તેજીને લીધે ઉત્પાદન ક્ષેત્રે પણ ભારતની વૃદ્ધી છેલ્લાં આઠ મહિનાની ટોચ પર પહોચી છે. દેશનાં ઓટો સેક્ટર માટે પણ ૨૦૧૫ – ૧૬નું વર્ષ શુકનિયાળ સાબિત થયું. ૨૦૧૫ – ૧૬નાં વર્ષમાં ભારતમાં કારનું વેચાણ છેલ્લાં પાંચ વર્ષની ટોચે પહોચ્યું છે. દેશનાં કોર્પોરેટ જગતે પણ સરકાર પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો અને પોતાનાં કારોબાર વિસ્તારવાની સાથે નવાં જંગી મૂડી રોકાણો કરવાનું આયોજન પણ કર્યું. ફક્ત બે જ વર્ષનાં ટૂંકાગાળામાં સમગ્ર વિશ્વ સમક્ષ ભારતની છબી બદલાઈ ગઈ અને અમેરિકા,જાપાન,ચીન,રશિયા,ઇંગ્લેન્ડ સહીત વિશ્વનાં તમામ દેશો ભારત સાથે પોતાનાં સંબધો સુધારવા માટે તલપાપડ બન્યા સાથે – સાથે વિશ્વનાં ખૂણે – ખૂણે રહેતાં તમામ ભારતીયો પ્રત્યેનાં તેમનાં વલણમાં પણ સુખદ પરિવર્તન આવ્યું.

આ બધી ઘટનાઓ કોઈ કરિશ્માથી કમ નથી. ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમજ તેમનું પ્રધાનમંડળ લાખ – લાખ અભિનંદનનાં હકદાર છે તેમાં કોઈ બે મત હોય જ નાં શકે.શ્રી નરેન્દ્રભાઈનાં નેતૃત્વમાં ભારત ફરીથી વિશ્વગુરુ દેશ બનવા તરફ આગળ વધી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ ‘સબકા સાથ સબકા વિકાસ’ની રાજનીતિ અને કેન્દ્ર સરકારનાં વિકાસશીલ બે વર્ષને હર્ષોલ્લાસથી વધાવીએ અને દેશનાં વિકાસ યજ્ઞમાં સહભાગી થઈએ. ભારત માતા કી જય.


બુધવાર, 2 માર્ચ, 2016

વૈશ્વિક મંદીના માહોલ વચ્ચે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિને વેગ આપશે - કેન્દ્રીય બજેટ ૨૦૧૬-૧૭

સમગ્ર વિશ્વ આજે મંદીના વમળમાં સપડાયેલું છે.વૈશ્વિક વિકાસ દર ઘટીને ૩.૧ ટકા પર પહોંચી ગયો છે ત્યારે આવા મંદીનાં માહોલ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રે ૭.૪ ટકાનો વિકાસ દર જાળવી રાખ્યો છે. જે ખુબજ સરાહનીય બાબત ગણાય.વૈશ્વિક અનિશ્ચિતતા નાં માહોલમાં મોદી સરકારનાં બજેટમાં અર્થતંત્રને વૃદ્ધિ મળે અને ગ્રામીણ વિકાસ અને શહેરી વિકાસ વચ્ચે સંતુલન જળવાય તે માટેનાં આવકાર્ય સુધારાઓ જાહેર થયાં છે.
શેર બજારની વાત કરીએ તો પ્રારંભિક તબક્કે શેર બજાર ગગડ્યું હતું.પરંતુ રાજકોષીય ખાધનાં લક્ષ્યાંકને વળગી રહેવાની જાહેરાત,પશ્ચાદવર્તી ટેક્સ બંધ કરવાનાં પગલાં તેમજ સર્વિસ ટેક્સ અને કેપિટલ ગેઇન ટેક્સ સાથે કોઈ છેડછાડ નહિ કરાતા શેર બજારમાં રીકવરી આવી હતી.આગામી દિવસોમાં શેર બજારમાં તેજીનો સંચાર જોવા મળશે.

૨૦૧૬-૧૭ નાં આ બજેટમાં શહેરોનાં વિકાસની સાથે સાથે ગામડાંઓનો પણ વિકાસ થાય તે માટે ગ્રામીણ ભારતને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે.સતત બે નબળાં ચોમાસાને કારણે મંદ પડેલાં ગ્રામીણ અર્થતંત્રને પુન:સજીવન કરવાનો ઉતમ પ્રયાસ આ બજેટમાં જોવા મળે છે.સાથે સાથે સામાજીક ક્ષેત્ર,રીયલ એસ્ટેટ,ઈઝ ઓફ ડુઈંગ બિઝનેશ,ઈન્ફ્રાસ્ટ્રક્ચર,લઘુ ઉદ્યોગો નો વિકાસ,યુવા વિકાસ,જાહેર આરોગ્ય જેવી બાબતો પર પણ વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.આમ,નાણામંત્રીએ ભારતીય અર્થતંત્ર આગામી દિવસોમાં મોટી હરણ ફાળ ભરે તે માટેનો તખ્તો આ બજેટમાં તૈયાર કર્યો છે.

મંગળવાર, 1 સપ્ટેમ્બર, 2015

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

સ્માર્ટ સીટી મીશન : ભારતનાં શહેરોને વિશ્વ નાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું ક્રાંતિકારી અભિયાન

શ્રેષ્ઠ સુવિધાયુક્ત શહેરોનાં નિર્માણ માટે મોદી સરકાર દ્વારા કુલ એક લાખ કરોડની ફાળવણી

હમણાં જ થોડાં દિવસો પૂર્વે આપણે ભારતનો ૬૯મો આઝાદી દિન ઉજવ્યો.મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આઝાદી મેળવ્યાનાં આટલાં વર્ષો પછી પણ જયારે આપણે ભારતનાં શહેરો,શહેરોની માળખાકીય સુવિધાઓ,લોકોની જીવનશૈલી વગેરેની તુલના વિદેશનાં શહેરો સાથે કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે હજુ દુનિયાથી ખુબ જ પાછળ છીએ અથવા તો એમ કહી શકાય કે આપણે શહેરોની સુંદરતા,સગવડતા તથા માળખાકીય સવલતોની બાબતોમાં ખુબ જ પછાત છીએ.આપણાં શહેરો હજુ પણ ગંદકીથી ખદબદતા જોવા મળે છે.લોકો હાડમારી ભર્યું,અત્યંત દુવીધાપૂર્ણ જીવન વિતાવે છે.શહેરોની હવામાં પ્રદુષણ,રસ્તાઓમાં ટ્રાફિકજામ,ઘોંઘાટ,શુદ્ધ પીવાનાં પાણીનો અભાવ,આધુનિક સગવડતાઓનો અભાવ,નાગરિકોની અસલામતી વેગેરે જેવી બાબતો જોતાં ખ્યાલ આવે કે ભારતનો નાગરિક પારાવાર મુશ્કેલીઓ સાથે પોતાનું જીવન ગુજરી રહ્યો છે.શહેરોની આવી હાલત હોય તો પછી ગામડાંઓની તો વાત જ શું કરવી?આઝાદી પછીનાં આટલાં વર્ષો સુધી ભારતનાં અત્યાર સુધીનાં શાસકો વોટબેંકની છીંછરી રાજનીતિ દ્વારા ફક્ત પોતાની સતા કેમ ટકી રહે તેમાંજ વ્યસ્ત રહ્યાં.પરિણામે ભારતનાં શહેરો અને ગામડાંઓમાં વસ્તી વધારો થયો પણ તેમની સુખાકારી,સગવડતાઓ કે જરૂરી આધુનિક માળખાકીય સુવિધાઓમાં વધારો ના થયો.એથી ઉલ્ટું ભારત પછી આઝાદ થયેલા જાપાન,સિંગાપોર,ઇઝરાયેલ વગેરે જેવા દેશોએ વિકાસની હરણફાળ ભરી અને ખુબ જ ટૂંકાગાળામાં આ દેશો વિશ્વનાં વિકસિત દેશો સાથે તાલ મીલાવતા થઇ ગયાં.

૨૦૧૪ની લોકસભાની ચૂંટણીઓમાં ભારતની જનતાએ ખુબ જ ઉંચી અપેક્ષાઓ સાથે નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને સ્વીકારી અને ભારતનું સુકાન તેમને સોપ્યું.ચૂંટણી ઢંઢેરામાં નરેન્દ્રભાઈએ ભારતમાં ૧૦૦ સ્માર્ટ સીટી નાં નિર્માણની વાતો કરેલી.સામાન્ય રીતે ચૂંટણી જીત્યા પછી નેતાઓ તેમણે પ્રજાને આપેલાં વચનો ભૂલી જતાં હોય છે પરંતુ મોદી સરકારનાં એક વર્ષ વીત્યાં પછી એવું સ્પષ્ટ દેખાય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈનાં નેતૃત્વ હેઠળની આ ભાજપ સરકાર ચૂંટણી પહેલાં આપેલાં દરેક વચનોની પૂર્તિ માટે કટિબદ્ધ છે.જે સૌ ભારતવાસીઓ માટે આનંદની વાત છે.વડાપ્રધાને તાજેતરમાં જ ભારતનાં 'સ્માર્ટ સીટી મિશન'ની જાહેરાત કરી અને તેના પહેલાં ચરણની કામગીરીનો આરંભ પણ થઇ ગયો.'સ્માર્ટ સીટી મીશન' એ નરેન્દ્રભાઈ નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે.'સ્માર્ટ સીટી મિશન'એ ભારતનાં શહેરોને વિશ્વનાં શ્રેષ્ઠ શહેરો સમકક્ષ લઇ જવા માટેનું એક ક્રાંતિકારી અભિયાન છે.તાજેતરમાં જ સ્માર્ટ સીટી માટે ભારતભરમાંથી પસંદગી પામેલા ૯૮ શહેરોની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી.આ શહેરોની પસંદગી પણ સ્માર્ટ સીટી ચેલેન્જ કોમ્પીટીશન દ્વારા કરવામાં આવી જે દર્શાવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મિશન'ની અસરકારક અને ઝડપી અમલવારી માટે અત્યંત ગંભીર છે.પહેલાં તબક્કામાં દેશભરમાંથી એવા શહેરો જ પસંદગી પામ્યા છે કે જે શહેરો સ્માર્ટ સીટી બનવા તરફ ઝડપથી આગળ વધી શકે તેવી તમામ પાયાની સુવિધાઓ અને અનુકુળતાઓ ધરાવતા હોય.'સ્માર્ટ સીટી મીશન'ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન નો અભ્યાસ કરતા ખ્યાલ આવે છે કે સરકાર 'સ્માર્ટ સીટી મીશન'ની સફળતા માટે ખુબ જ તૈયારી સાથે તમામ પાસાંઓનો ખ્યાલ રાખી કાળજીપૂર્વક આગળ વધી રહી છે.સ્માર્ટ સીટી મીશન માં પસંદ થયેલા દરેક શહેરોને કેન્દ્ર સરકાર દ્વારા દરવર્ષે ૧૦૦ કરોડ રૂપિયાની ફાળવણી તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ ૧૦૦ કરોડની ફાળવણી પાંચ વર્ષ સુધી દર વર્ષે કરવામાં આવશે.સ્માર્ટ સીટી મીશન માટે કુલ ૪૮૦૦૦ કરોડ ની ફાળવણી કેન્દ્ર સરકારે કરી છે.

'સ્માર્ટ સીટી મીશન'
કોઇપણ દેશ માટે તેનાં શહેરો એ દેશનાં અર્થતંત્રનાં ગ્રોથ એન્જીન સમાન હોય છે.એક અંદાજ પ્રમાણે ભારતની કુલ વસ્તીનાં ૩૧ ટકા વસ્તી શહેરોમાં વસે છે અને તે ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં ૬૩ ટકા હિસ્સો ધરાવે છે.દિવસે ને દિવસે શહેરીકરણ વધતું જાય છે.ભારતમાં દર કલાકે અંદાજે ૬૦ થી ૭૦ પરિવારો ધંધા-રોજગાર અર્થે શહેરમાં સ્થળાંતર થાય છે.૨૦૩૦ની સાલ સુધીમાં ભારતની કુલ વસ્તીનાં ૪૦ ટકા વસ્તી શહેરોમાં વસવાટ કરતી હશે અને ભારતનાં કુલ ઘરેલું ઉત્પાદનમાં તેનો હિસ્સો અંદાજે ૭૫ ટકા જેટલો હશે.વધતાં જતાં શહેરીકરણને ધ્યાનમાં રાખીને શહેરોનાં સમાજ જીવનને ગુણવતાયુક્ત આધુનિક જીવનશૈલી ધરાવતું બનાવવું હોય તો તેનાં માટે શહેરોનો ભૌતિક,સામાજીક અને આર્થીક ,આમ,તમામ સ્તરે એક સરખો વિકાસ થવો જરૂરી છે.ભારત સરકારનું 'સ્માર્ટ સીટી મીશન' આ દિશામાં એક મહત્વપૂર્ણ શરૂઆત છે.

સ્માર્ટ સીટી એટલે શું ?
સ્માર્ટ સીટી એટલે શું તેનો કોઈ નિશ્ચિત વ્યાખ્યાયિત જવાબ આપવો મુશ્કેલ છે કારણકે દરેક વ્યક્તિ તેની વ્યાખ્યા જુદી-જુદી રીતે કરી શકે છે.સામાન્ય રીતે જોઈએ તો સ્માર્ટ સીટી એટલે એક એવું શહેર કે જ્યાં જીવન એકદમ સરળ અને સુવિધાપૂર્ણ હોય,જ્યાં લોકો ઉચ્ચ ગુણવતાયુક્ત જીવન જીવી શકે.જ્યાં રોડ-રસ્તા એકદમ સ્વચ્છ અને સુઘડ હોય.આધુનિક માળખાકીય સવલતો હોય.પ્રદુષણ મુક્ત - પર્યાવરણલક્ષી - ઇકો ફ્રેન્ડલી શહેર એટલે સ્માર્ટ સીટી.

સ્માર્ટ સીટી ની સુવિધાઓ
૧,પીવાનાં શુદ્ધ પાણીની નિયમિત સગવડતા
૨,નિરંતર વીજળી
૩,શહેરની સ્વચ્છતા માટે આધુનિક સગવડતાઓ સાથેનું ટીમવર્ક
૪,ઘન કચરાનાં નિકાલ માટેની આધુનિક સગવડતાઓ
૫,સુવિધાયુક્ત પબ્લિક ટ્રાન્સપોર્ટ
૬,ગરીબો માટે તેમને પોષાય તેવા હવા ઉજાસવાળા સુંદર-સ્વચ્છ આવાસો
૭,ફાસ્ટ ઈન્ટરનેટ કનેક્ટિવિટી અને સંપૂર્ણ ડીજીટલાઈઝેશન
૮,પ્રદુષણ મુક્ત વાતાવરણ,ગ્રીન-ઇકો ફ્રેન્ડલી શહેર
૯,ઈ- ગવર્નન્સ દ્વારા નાગરિકોની સહભાગિતા
૧૦,નાગરિકોની સલામતી અને સુરક્ષા માટેની આધુનિક વ્યવસ્થા
૧૧,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેનું ગુણવતાયુક્ત શિક્ષણ
૧૨,આધુનિક માળખાકીય સુવિધાઓ સાથેની સુલભ હોસ્પિટલ્સ
૧૩,પાર્કિંગ માટેની આધુનિક સુવિધાઓ દ્વારા ટ્રાફિક સમસ્યા મુક્ત શહેર
૧૪,દરેક વિસ્તારમાં ગાર્ડન,જોગીંગ પાર્ક,રમતનું મેદાન તેમજ સીનીયર સીટીઝન માટે સીટીંગ એરિયા
૧૫,વોક-ટુ-વર્ક - સાઇકલિંગ માટે અલાયદા ટ્રેક ની સગવડ

ઉપર દર્શાવેલી સુવિધાઓ ફક્ત મુખ્ય સુવિધાઓ છે આ ઉપરાંત અનેક વિશ્વ કક્ષાની સ્માર્ટ સુવિધાઓનો સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં ભારત ત્રીજા ક્રમેં
ભારત સરકાર દ્વારા સ્માર્ટ સીટી મીશન દ્વારા ઇકો ફ્રેન્ડલી-ગ્રીનસીટીનાં નિર્માણ માટેની ઝુંબેશ શરુ થઇ છે ત્યારે આનંદનાં સમાચાર એ છે કે LEED ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગમાં અમેરિકા સિવાયનાં દેશોમાં ભારત વિશ્વમાં ત્રીજા ક્રમેં આવ્યું છે.LEED એ યુ.એસ.ગ્રીન બિલ્ડીંગ કાઉન્સિલની ગ્લોબલ ગ્રીન બિલ્ડીંગ રેટિંગ સીસ્ટમ છે જે દરરોજ દુનિયાની ૧.૮૫ મિલિયન સ્કવેર ફીટ બાંધકામ જગ્યાને સર્ટિફાઈડ કરે છે.તાજેતરમાં જ તેનાં દ્વારા અમેરિકા સિવાયનાં દેશોનાં ગ્રીન બિલ્ડીંગ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા હતાં જેમાં ૪૮૧૪ પ્રોજેક્ટ્સ સાથે કેનેડા પ્રથમ ક્રમ પર,૨૦૨૨ પ્રોજેક્ટ્સ સાથે ચીન બીજા નંબરે તેમજ ૧૮૮૩ સર્ટિફાઈડ પ્રોજેક્ટ્સ સાથે ભારત ત્રીજા નંબરે આવ્યું હતું.જે દર્શાવે છે કે ભારતમાં પ્રાઇવેટ ડેવલોપર્સ પણ ઇકો ફ્રેન્ડલી-ગ્રીન પ્રોજેક્ટ્સ તરફ વળી રહ્યાં છે.આમ,સરકાર અને પ્રાઇવેટ ડેવલોપર્સ બન્ને સાથે મળીને ગ્રીન અને ક્લીન ભારત નાં નિર્માણ તરફ આગળ વધી રહ્યાં છે.

મીશન AMRUT (અટલ મીશન ફોર રીજુવીનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન)
શહેરી વિકાસની આ યોજના દ્વારા આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ આધુનિક માળખાકીય સુવિધાઓ મેળવશે અને નાનાં શહેરોનાં લોકો પણ ગુણવતાયુક્ત જીવનશૈલી પ્રાપ્ત કરશે.આ યોજના હેઠળ એક લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં ૫૦૦ નાનાં શહેરોની પસંદગી કરવામાં આવશે અને આ ૫૦૦ નાનાં શહેરોનું નવીનીકરણ કરવામાં આવશે.આગળ જતાં આવતાં વર્ષોમાં આ શહેરો પણ સ્માર્ટ સીટી બનવાં તરફ આગળ વધશે.કેન્દ્ર સરકાર દ્વારા મીશન AMRUT માટે ૫૦૦૦૦ કરોડની જંગી ફાળવણી કરવામાં આવી છે.આવનારાં દિવસોમાં ભારતનાં નાનાં શહેરો પણ વૈશ્વિક કક્ષાની સુખ-સુવિધાઓ ધરાવતાં થશે.


ગુરુવાર, 20 ઑગસ્ટ, 2015

સંસદનાં સત્રને ખોરવીને કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું

સંસદનાં ચોમાસુ સત્રને ખોરવીને
કોંગ્રેસે દેશનાં અર્થતંત્રને રૂંધવાનું કામ કર્યું
છેલ્લાં દશ વર્ષમાં કેન્દ્રમાં કોંગ્રેસ સરકારનાં શાસન દરમિયાન અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો.તત્કાલીન કોંગ્રેસ સરકારની દિશા હીનતા તેમજ નીતિ વિષયક બાબતોમાં નિષ્ક્રિયતા ને લીધે દેશનો આર્થીક વિકાસ રૂંધાઇ ગયો હતો.ભારતીય અર્થતંત્ર માંદુ થઇ ગયું હતું.કોંગ્રેસનાં બેદરકાર શાસનને લીધે દેશની જનતા નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી ત્યારે ૨૦૧૪ ની લોકસભાની ચૂંટણીઓમાં જનતાએ નરેન્દ્રભાઈ મોદી ની સુશાસન અને વિકાસની રાજનીતિને અપનાવી ભારતીય જનતા પાર્ટીને ઐતિહાસિક વિજય અપાવ્યો.કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે પણ બેસી નાં શકે તેટલી હદે જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો.છેલ્લાં એક વર્ષથી કેન્દ્રની મોદી સરકાર રાત-દિવસ એક કરીને દેશનાં આર્થીક વિકાસની ગાડીને પાટા પર ચડાવવા માટે સખત મહેનત કરે છે.ભાજપ સરકારનાં નીતિ વિષયક બાબતોમાં તાત્કાલિક નિર્ણયો,જનહિત અને દેશની આર્થીક પ્રગતિ માટેની નવી-નવી યોજનાઓનો અસરકારક અને ઝડપી અમલ,પાયાની માળખાકીય સુવિધાઓ માટે યોગ્ય આયોજન અને અમલવારી વગેરે જેવાં પગલાંઓને લીધે આજે એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ભારતનું અર્થતંત્ર ફરીથી બેઠું થયું છે.લોકોમાં પણ ઉત્સાહનાં વાતાવરણનું નિર્માણ થયું છે.વિદેશી રોકાણકારોએ પણ ભારતને એશિયાનાં વિકાસનાં ગ્રોથ એંન્જીન તરીકે સ્વીકાર્યું છે.આજે સમગ્ર દેશ અને વિશ્વમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલી,ઝડપી નિર્ણયશક્તિ અને દુરન્દેશીતા નાં વખાણ થાય છે.ઘણાં વર્ષો પછી ભારતને કામ કરતી સરકાર મળી છે ત્યારે ભાજપ સરકારની લોકપ્રિયતા જોઈ કોંગ્રેસનાં પેટમાં તેલ રેડાયું છે.તેથી જ સંસદનાં ચોમાસુ સત્રમાં પાયા વિહોણા આક્ષેપો દ્વારા ધમાલ મચાવી કોંગ્રેસે સંસદની કાર્યવાહી અટકાવી દીધી.સંસદનાં ચોમાસુ સત્રમાં કામકાજ ના થવા દઈને કોંગ્રેસે દેશની જનતાનાં ૨૬૦ કરોડ બરબાદ કરી નાંખ્યા.કોંગ્રેસ સતા પર હતી ત્યારે ભ્રષ્ટાચાર દ્વારા જનતાનાં રૂપિયાની લુંટ ચલાવી અને હવે વિરોધ પક્ષમાં છે ત્યારે કોંગ્રેસ સંસદની કાર્યવાહી ખોરવીને દેશની જનતાનાં કરોડો રૂપિયા બરબાદ કરી રહી છે.કોંગ્રેસની નકારાત્મકતા ને લીધે ૨૦૧૦ થી લઈને અત્યાર સુધીનાં સંસદનાં તમામ સત્રોમાં સૌથી ઓછી કામગીરી આ ચોમાસુ સત્રમાં નોંધાઈ હતી.
ચોમાસુ સત્ર પહેલાનાં સંસદનાં શિયાળુ સત્ર અને બજેટ સત્રમાં છેલ્લાં ૧૫ વર્ષનાં ઈતિહાસમાં સૌથી વધારે કામકાજ થયું હતું.અંદાજે ૧૨૨ ટકા જેટલી પ્રોડકટીવીટી બજેટ સત્રની હતી.સંસદનાં ચોમાસુ સત્ર પહેલાનાં બંને સત્રોમાં ભાજપ સરકારની રેકોર્ડ બ્રેક પ્રોડકટીવીટી જોઇને કોંગ્રેસ ડઘાઈ ગઈ હતી અને તેથીજ કોંગ્રેસે સંસદમાં ચર્ચા કરવાને બદલે સંસદની કાર્યવાહી અટકાવવાનું રાષ્ટ્રહિત વિરુધ્ધનું કાર્ય કર્યુઁ છે.સંસદમાં કુલ ૬૮ બીલ પેન્ડીંગ છે તેની સામે બંને ગૃહોમાં થઇ કુલ ફક્ત ૩ બીલો જ આ સત્રમાં પસાર થઇ શક્યાં.દેશની જનતા જેની વર્ષોથી રાહ જોઈ રહી છે તે GST બીલ આ ચોમાસુ સત્રમાં પસાર કરવાનું ભાજપ સરકારનું આયોજન હતું પરંતુ દેશનાં કમનસીબે કોંગ્રેસે સંસદની કામગીરી અટકાવી GST બીલને પસાર થવા નાં દીધું.દેશનાં આર્થીક વિકાસને નવી ઉંચાઈઓ પર લઇ જવા માટે GST બીલનું પાસ થવું અત્યંત જરૂરી હતું.GST નાં અમલ માત્રથી દેશનાં આર્થીક વિકાસ દરમાં ૧/૫ થી ૨ ટકાનો વધારો થશે તેવું આર્થીક બાબતોનાં તજજ્ઞોનું માનવું છે ત્યારે સંસદની કાર્યવાહી ખોરવીને કોંગ્રેસે દેશની સવા સો કરોડ જનતાની આર્થિક પ્રગતી રૂંધવાનું પાપ કર્યું છે.આશ્ચર્યની વાત તો એ છે કે ૨૦૦૬ માં કોંગ્રેસે જ GST નો વિચાર રજુ કર્યો હતો અને ૨૦૧૧માં સંસદમાં GST બીલ રજુ કર્યું હતું.પરંતુ હવે જયારે ભાજપ સરકાર દ્વારા GST બીલમાં જરૂરી અગત્યનાં સુધારાઓ કરી આ બીલ સંસદમાં રજુ થઇ રહ્યું છે ત્યારે રાષ્ટ્રહિત ને બાજુએ રાખીને કોંગ્રેસ ફક્ત પોતાનાં રાજકીય સ્વાર્થ ખાતર આ બીલ પાસ નાં થવા દેવા માટે સંસદમાં ધમ પછાડા કરી રહી છે.સંસદનાં ચોમાસુ સત્રના ધોવાણથી દેશની જનતાને પણ ખ્યાલ આવ્યો છે કે કોંગ્રેસ માટે સમગ્ર દેશની આર્થીક પ્રગતી કરતાં પોતાનો રાજકીય સ્વાર્થ વધારે મહત્વનો છે.કેન્દ્રની ભાજપ સરકારની સરાહનીય કામગીરીને કોંગ્રેસ પચાવી શકતી નથી.એક જ વર્ષનાં ટૂંકા સમયગાળામાં ખુબ જ સારી કામગીરી દ્વારા મોદી સરકારે લોકોનાં દિલ જીતી લીધા છે જે કોંગ્રેસથી સહન થતું નથી તેથી જ સંસદની કામગીરી અટકાવી વિકાસનાં માર્ગે પુરપાટ ગતિથી ચાલતી ભાજપ સરકારનાં માર્ગમાં અવરોધો ઉભા કરે છે.કોંગ્રેસ ને ડર છે કે આવતી ચૂંટણીઓમાં કોંગ્રેસની હાલત ૨૦૧૪ની ચૂંટણીઓ કરતાં પણ વધુ ખરાબ થશે તેથી જ તે રાષ્ટ્રહિત માટે કામ કરતી સરકારની ઉતમ કામગીરીઓને અવરોધી દેશની આર્થીક વિકાસની ગતિ ને ધીમી પાડવા શક્ય તેટલાં તમામ પ્રયત્નો કરે છે.આવનારી પેઢી કોંગ્રેસનાં આવા દેશ વિરોધી હીન કૃત્યોને કદી માફ નહીં કરે.

બુધવાર, 22 એપ્રિલ, 2015

જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ એટલે ગામડાઓનો વિકાસ અને ખેડૂતોનું હિત

ભારતને અલ્‍પવિકસિત દેશમાંથી વિકસીત દેશ બનાવવાની દિશામાં ભાજપ સરકારનું મહત્‍વપૂર્ણ કદમ :


છેલ્લા ઘણા સમયથી સંસદમાં અને મીડીયામાં નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વવાળી એનડીએ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ ના રોજ સંસદમાં પસાર કરેલ જમીન સંપાદન વટહુકમ - ૨૦૧૪ વિશે જોરશોરથી ચર્ચાઓ ચાલે છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે કોંગ્રેસ અને અન્‍ય પક્ષો દ્વારા એવો પ્રચાર કરવામાં આવે છે કે કેન્‍દ્રની ભાજપ સરકાર દ્વારા જમીન સંપાદન અધિનિયમ-૨૦૧૩ના કાયદામાં જે ફેરફાર કરવામાં આવી રહ્યા છે તે ખેડૂત વિરોધી છે. પરંતુ જો આપણે વાસ્‍તવિકતા તપાસીએ અને કાયદામાં થયેલા ફેરફારનો જો વિગતવાર અભ્‍યાસ કરીએ તો ખ્‍યાલ આવે છે કે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ એ ખેડૂતોના હિતમાં છે તેમજ તેના લીધે ગામડાઓનો વિકાસ થશે ગ્રામીણ યુવાનોને રોજગારી માટેના કાયમી પ્રશ્નોનો ઉકેલ આવશે અને ખેડૂત પરિવારો સમૃદ્ધ થશે.

જમીન સંપાદન કાનુન વિશે વાત કરીએ તો કેન્‍દ્રમાં જયારે કોંગ્રેસની સરકાર હતી અને દેશની સામાન્‍ય ચૂંટણીઓ નજીક આવતી હતી ત્‍યારે ભાજપ અને મોદી લહેરથી ગભરાઈ ગયેલી કોંગ્રેસ સરકારે ખેડૂતોની લાગણીઓ સાથે રમી તેનો રાજકીય લાભ ખાટવાના બદઈરાદાથી તાબડતોબ, કોઈપણ જાતના અભ્‍યાસ વગર ૨૦૧૩માં જમીન સંપાદન અધિનિયમ પસાર કર્યો. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે ૨૦૧૩ની સાલ સુધી ભારમાં બ્રીટીશ સરકારે બનાવેલો જમીન સંપાદન કાનુન ૧૮૯૪ મુજબ જ કાર્યવાહી થતી હતી. તો પહેલો સવાલ એ કે આઝાદી પછી દેશમાં મોટાભાગે કોંગ્રેસની સરકારે જ રાજ કર્યુ તો આટલા વર્ષોમાં કયારેય કોંગ્રેસને આ કાયદામાં સુધારો કરવાનુ કેમ ન સુઝ્‍યું? જમીન સંપાદનનાં ૧૮૯૪ના કાનુન મુજબ સરકાર કોઈપણ ખેડૂતની જમીન ગમે ત્‍યારે, કોઈપણ કિંમતે સંપાદન કરી શકતી હતી. આ કાયદા મુજબ દેશના ખેડૂતોને હળાહળ અન્‍યાય થતો આવ્‍યો છે. પરંતુ આઝાદીના ૬૬ વર્ષો વીતી ગયા. ખેડૂત સતત લૂંટાતો રહ્યો છતાં કોંગ્રેસને કયારેય ખેડૂતોના હિતનો વિચાર કેમ ના આવ્‍યો?

આજે જયારે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં દેશમાં વિકાસ કાર્યોનો પ્રારંભ થયો છે. રોકાણના માહોલમાં પણ સુધારો આવ્‍યો છે. વૈશ્વિક રોકાણકારોને પણ ભારતની સરકાર પર વિશ્વાસ બેઠો છે ત્‍યારે દેશને વિકાસની નવી ઉંચાઈઓ પર લઈ જવા માટે જૂના કાયદાઓમાં સમયાનુકુલ સુધારાઓ કરવા તેમજ ક્ષતિપૂર્તિ કરવી એ સરકારની જવાબદારી છે. કોંગ્રેસ સરકારે પસાર કરેલા જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ માં ઘણી ખામીઓ છે. અનેક રાજયોનાં કોંગ્રેસી મુખ્‍યમંત્રીઓ તેમજ તત્‍કાલીન કોંગ્રેસ સરકારના કેન્‍દ્રીય મંત્રીઓએ પણ આ કાયદાનો લેખિતમાં અનેક વખત વિરોધ કરેલ છે.

કોંગ્રેસે બનાવેલા આવા ખેડૂત વિરોધી કાયદામાં ફેરફાર કરી, વિકાસનાં સંકલ્‍પને આગળ ધપાવવા, ખેડૂતોનાં કલ્‍યાણ અને ગ્રામીણ વિકાસનાં લક્ષ્યને ધ્‍યાનમાં રાખી ભાજપ સરકારે ૩૧ ડિસેમ્‍બર ૨૦૧૪ના રોજ આવશ્‍યક સુધારાઓ સાથે જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪ પસાર કર્યો આ સુધારાઓ ખેડૂતોના હિત માટે છે તેમજ ગામડાઓને મુખ્‍ય પ્રવાહ સાથે જોડવાનું કામ કરશે તેમ છતાં આ કાયદામાં હજુ પણ કંઈ ક્ષતિ રહી જતી હોય તો ખેડૂતોના હિત માટે તેમાં જરૂરી સુધારાઓ કરવા માટે પણ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ તૈયારી દેખાડી છે. જે ખરેખર સાચા અર્થમાં લોકશાહીનું દર્શન કરાવે છે.
   * આ કાયદામાં ખેડૂતોના વળતરમાં કોઈ ઘટાડો કરવામાં આવ્‍યો નથી. ખેડૂતોને જમીનની બજાર કિંમતનાં ચાર ગણા સુધીનું વળતર આપવામાં આવશે.
   * જે પરિવારની જમીનનું સંપાદન કરવામાં આવ્‍યુ હોય તેના ઓછામાં ઓછા એક સભ્‍યને રોજગારી આપવામાં આવશે.
   * જો નોકરી આપવામાં ન આવે તો પ્રત્‍યેક પરિવારને ૨૦ વર્ષ સુધી દર મહિને રૂ. ૨૦૦૦ (ફુગાવા વૃદ્ધિ સાથે) આપવામાં આવશે.
   * જમીન સંપાદન કાર્યવાહી દરમિયાન જો કોઈનું રહેણાંક મકાન જાય તો તે પરિવારને એક વર્ષ સુધી દર મહિને રૂ. ૩૦૦૦ નો નિર્વાહ ખર્ચ આપવામાં આવશે.
   * ખાનગી કંપનીઓને હોટલ, પ્રાઈવેટ સ્‍કુલ તથા પ્રાઈવેટ હોસ્‍પિટલ બનાવવા માટે કોઈ છૂટ આપવામાં આવી નથી.
   * ખાનગી કંપનીઓને જમીન સંપાદન માટે ૮૦ ટકા જમીન માલિકોની સંમતિ લેવી ફરજીયાત છે. તેમજ સામાજીક પ્રભાવનું મૂલ્‍યાંકન પણ કરાવવાનું રહેશે.
   ખેડૂતોને જમીન સંપાદન બાબતે પોતાની ફરીયાદો રજૂ કરવા  માટે ભાગ-દોડ નહિ કરવી પડે તેમની ફરીયાદો તે જ જીલ્લામાં સાંભળવામાં આવશે.
   
ખેડૂતોને ફાયદાઓ
   * ખેડૂતોનાં બાળકોને સ્‍કુલ કે કોલેજ જવા આવવા માટે રોજ લાંબી મુસાફરી કરવી પડે છે. તેના બદલે ગ્રામીણ ક્ષેત્રોમાં જ મોર્ડન સ્‍કુલ, કોલેજ તથા ઉચ્‍ચ શિક્ષણ માટેની સગવડતાઓ ઉભી કરવામાં આવશે.
   * દરેક ગામડાઓને પાકા માર્ગોથી રાજમાર્ગ સાથે જોડવામાં આવશે જેથી ખેડૂતો તેમના ઉત્‍પાદનો શહેરી વિસ્‍તાર સુધી આસાનીથી પહોંચાડી ઉચુ વળતર મેળવી શકે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં સરકાર દ્વારા આધુનિક સગવડતાઓ ધરાવતી હોસ્‍પિટલ ઉપલબ્‍ધ થશે જેથી ખેડૂત પરિવારોએ સારાવાર માટે શહેરમાં ધક્કા ખાવા નહિં પડે છે.
   * પાવર પ્‍લાન્‍ટના આયોજનની ગ્રામીણ ક્ષેત્રોમાં ૨૪ કલાક ગુણવતાયુકત વિજળી ઉપલબ્‍ધ થશે જેની ખેતીની ઉત્‍પાદનક્ષમતા પણ વધશે અને ખેડૂતોની જીવનશૈલીમાં પણ સુધારો થશે.
   * મુખ્‍ય તેમજ લઘુ સિંચાઈ યોજનાઓ જેમ કે, ડેમ, ચેકડેમ, પાઈપલાઈન, પપીંગ સ્‍ટેશન, વગેરે યોજનાઓ ઝડપથી પૂર્ણ થશે અને તેના વિલંબને કારણે થતી કઠણાઈથી મુકિત મળશે તેમજ સિંચાઈની સગવડતાને લીધે ખેડૂતો વધુ સમૃદ્ધ થશે.
   * રાજમાર્ગ અથવા રેલ્‍વેલાઈનની બંને બાજુ માત્ર એક કિલોમીટરનાં વિસ્‍તારમાં ઔદ્યોગિક કોરીડોર સ્‍થાપિત થઈ શકશે. જેમાં જમીન માલિકી સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે સરકારની જ રહે છે. તેના દ્વારા ગ્રામીણ યુવાનો માટે તેના જ વિસ્‍તારમાં રોજગારીનું સર્જન થશે અને તેઓને પૈસા કમાવવા શહેરમાં રહેવા જવુ નહિ પડે.
   * ગ્રામીણ ક્ષેત્રોમાં માળખાકીય સુવિધાઓના વિકાસની ખેડૂતોની જમીનનાં મુલ્‍યમાં પણ વૃદ્ધિ થશે.
   * કોઈપણ ગામડું પછાત નહિ રહે. દરેક ગામડાઓ શહેર જેવી જ સુખ - સુવિધા થતા રોજગારી ધરાવતા બનશે.
   આમ જમીન સંપાદન વટહુકમ ૨૦૧૪એ ખેડૂતો માટે આર્શીવાદ સમાન બની રહેશે. ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ રોજગારીને નવી ઉંચાઈએ લઈ જશે તેમાં કોઈ બે મત નથી. ખેડૂતોએ તેમને ગેરમાર્ગે દોરનારા તત્‍વોથી ચેતવુ જોઈએ. આઝાદી પછીના આટલા વર્ષોમાં કોંગ્રેસ સરકારોએ દેશના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે. હવે જયારે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વમાં કેન્‍દ્રની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં જૂના કાયદાઓમાં સુધારા કરી રહી છે ત્‍યારે ફરી એકવાર કોંગ્રેસ અન્‍ય પક્ષો સાથે મળી ખેડૂતોનું હિત બાજુએ મુકી ફકત પોતાનું રાજકીય હિત સાધવા માટે દેશભરના ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે ત્‍યારે દેશના ભલા - ભોળા ખેડૂતોએ આવા ખેડૂત વિરોધી તત્‍વોને ઓળખી લેવા જોઈએ.બુધવાર, 4 માર્ચ, 2015

ભારતીય અર્થતંત્રને સુપર પાવર બનાવવા માટેની બ્‍લુપ્રિન્‍ટ એટલે કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૧૬

કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૨૦૧૬ ભારતના અર્થતંત્ર માટે ખુબ જ મહત્‍વનું બજેટ છે. ભારતીય અર્થતંત્રમાં નવા પ્રાણ ફુંકવાનું કામ આ બજેટ કરશે.શેર બજારમાં નવી તેજીની શરૂઆત થશે.આ બજેટ ‘‘સૌનો સાથ. અને સૌના વિકાસના મંત્રને સાર્થક કરતું બજેટ છે. જેમાં યુવાનોને રોજગાર, કિશાનોની પ્રગતિ અને ગરીબોની સમૃદ્ધિ દ્વારા દેશને આર્થિક પ્રગતિની નવી ઉચાઇ પર લઇ જવાનો રોડમેપ તૈયાર કરવામાં આવ્‍યો છે.જેના દ્વારા અર્થતંત્રના લાંબા ગાળાના લક્ષ્યાંકો સિદ્ધ થઇ શકશે. 
દેશના શેર બજાર અને નાના રોકાણકારોને સીધી કે આડકતરી રીતે હકારાત્‍મક અસરો થાય તેવા કેટલાક અગત્‍યના નિર્ણયો આ બજેટમાં લેવામાં આવ્‍યા છે. જેમ કે ઓલ્‍ટનેટીવ ઇનવેસ્‍ટમેન્‍ટ ફંડમાં વિદેશી સંસ્‍થાગત રોકાણકારોને મંજુરી અપાઇ છે. તેનાથી વિદેશમુડી શેર બજારમાં વધશે. અને FII માટેના નિયમો પણ સર થયા છે. આગામી દિવસોમાં રોકાણકારો ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર, આઇ.ટી., ડીફેન્‍સ અને બેંકીગ ક્ષેત્રમાં રોકાણકરીને ખૂબ જ સારું વળતર મેળવી શકશે. ભારતમાં લાખો ટન સોનુ વર્ષો સુધી ફક્‍ત ઘરમાં જ સંગ્રહાયેલું પડયું રહે છે. તેના પર ભાવ વધારા સિવાયનો કોઇ લાભ રોકાણકારીને મળતી નથી અને તેના માટે સોનું પણ વેંચવુ પડે છે. ભારતમાં પ્રથમ વખત આ બજેટમાં નાણામંત્રીશ્રીએ મેટલ બેંકની યોજના જાહેર કરી છે. જે મુજબ ઘરમાં મુકેલું સોનું તમારી આવકનો નવોસ્ત્રોત બનશે. રોકાણકારો સોનું મેટલ બેંકમાં જમા કરાવી તેના પર નિયમિત વ્‍યાજ મેળવી શકશે. આ ઉપરાંત આરોગ્‍ય વિમા ઉપર કપાતની મર્યાદા ૨૫૦૦૦ સુધી કરી, પેન્‍શન ફંડમાં યોગદાનની મર્યાદા ૧.૫ લાખની કરવામાં આવી, ટ્રાન્‍સપોર્ટ ભથ્‍થામાં પ્રતિમાસ રૂ. ૧૬૦૦નો વધારો વગેરે જેવા સુધારાઓથી વ્‍યક્‍તિગત કરદાતાઓને ૪,૪૪,૨૦૦ રૂ. સુધીની આવક સંપુર્ણ કર મુક્‍ત થશે.
    આ બજેટ અર્થતંત્રના દરેક પાસાંને સ્‍પર્શે છે. મેકીંગ ઇન્‍ડીયાની નિતીને પણ પ્રોત્‍સાહિત કરે છે. તેના લીધે દેશમાં આર્થિક ગતિવીધિઓમાં વધારો થશે અને રોજગારી વધશે. ભારતની જનતાએ સુસાશન અને વિકાસના એજન્‍ડા પર મોદી સરકારને મતો આપ્‍યા હતા તેથી આ બજેટ પર લોકોને ખુબ જ અપેક્ષા હતી સામે છેલ્લા ૧૦ વર્ષના કોંગ્રેસના શાસનમાં દેશ આર્થિક મંદી તરફ ધકેલાઇ ગયો હતો. દેશનો આર્થિક વિકાસદર ફરીથી વધારવો તે સૌથી મોટો પડકાર નાણામંત્રી માટે છે. તેવા સંજોગોમાં મોદી સરકારે દોરડા પર ચાલવાનુ સંતુલન દેખાડયું છે. તેથી આવતા દિવસોમા ભારતનો આર્થિક વિકાસદર બે આંકડાએ પહોંચશે તેમજ ભારતના તમામ નાગરીકોની આર્થિક સમૃધ્‍ધિ અને સુખાકારીમાં વધારો  થશે.
   આમ, કેન્‍દ્રીય બજેટ ૨૦૧૫-૧૬ને ભારતના અર્થતંત્રને સુપરપાવર બનાવવાની બ્‍લુ પ્રિન્‍ટ કહી શકાય.